About Us

" શ્રી ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશન "

" શ્રી ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશન " B.Ed નો અભ્યાસક્રમ ચલાવે છે .તે ઉમિયા એડયુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. અમારી સંસ્થા પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવાની જવાબદારી નિભાવતા સફળતાપૂર્વક ના આંઠ વર્ષ આજે જયારે પૂર્ણ કરવા જઈ રહી છે.

કોલેજ માં શિક્ષણ ની સાથે અનેક સભ્યાત્મક પ્રવૃત્તિઓ જેવીકે સાંસ્કૃતિક કાર્યક્રમો , રમતોત્સવ , ચર્ચા સભા , નાટ્ય વગેરે માં તાલીમાર્થીઓની રચનાત્મક શક્તિ વ્યક્ત થાય છે.

અમારી તાલીમી સંસ્થાના માનવસંસાધન ની જો વાત કરીએ તો સંસ્થામાં કુલ ૮ અધ્યાપકો , ૭ વહીવટી કર્મચારીઓ અને સંસ્થાના હૃદય સમાન ૫૦ તાલીમાર્થીઓ છે. જેઓ તમામ શિક્ષણ ની સાથે સાથે વૈવિધ્યસભર સહાભ્યાસિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે . અમારી સંસ્થા નો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને માત્ર પરીક્ષા માટે તૈયાર કરી ઊંચા પરિણામ લાવવાના બદલે તેઓના સર્વાંગીણ વિકાસ ને મુખ્ય હેતુ બનાવી સમાજ ને એક ઉત્તમ નાગરિક અને આવનાર પેઢીને ઘડનાર એક સારો શિલ્પી આપવાનો છે .

Principal ( કા. આચાર્ય ) : Shree G. H. Rathod